ઝંખવી પ્રીતડી

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૩૦, ૨૦૧૦)

(છંદ: ગાલગા|ગાલગા|ગાલગા)

(તાલ: દાદરા)

કો’કની ઝંખવી પ્રીતડી

શોકની ઝંખવી પ્રીતડી

સાથમાં આપના નામને

સાચવી ઝંખવી પ્રીતડી

યાદના દીપકો ઝગમગે

રાત શી ઝંખવી પ્રીતડી

લાવશો ના તમે ખાંપણે’

ઓઢવી, ઝંખવી પ્રીતડી

આમ તો આ બધું આકરું

ઓપવી, ઝંખવી પ્રીતડી

Leave a comment