… જ પામ્યા કરે છે

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૮, ૨૦૦૦)

(છંદ: લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા)

(તાલ: દાદરા)

(ત્રીજા શે’રમાં ભવાઈ નાટ્યકલાનું અપમાન કરવાનો ઇરાદો નથી.

ઈશ્વરની સમાન ભાગીદારીરૂપી મહારાસલીલાની સામે માત્ર આપણા જ કર્મો દ્વારા અભિનિત ભવ-ભવની ભાવઠની ભવાઈની વાત છે)

તમારા ઘડેલા બધાયે મનુષ્યો સદાને નવાઈ જ પામ્યા કરે છે

તમારી નજરમાં ભર્યું શું છ’ એવું સદા સૌ તવાઈ જ પામ્યા કરે છે?

નવાહન નથી કે નથી ભાગવત પણ, કહે શું કહાણી અમારાં ચરિત્રો?

ન તળ છે જ કૂવે, ન બળ બાહુએ છે, તમન્ના સવાઈ જ પામ્યા કરે છે!

કહ્યું’તું અમોને જગત છે તમારું રસે માણવાની મહારાસલીલા

છતાં નાથ જાણું ન કાં ભાગફૂટ્યો સદાને ભવાઈ જ પામ્યા કરે છે?

કહો ને કહેનાર “આવીશ પાછો” મહાભારતે, જંગ વચ્ચે બધાની,

વિશ્વાસે રખાવી, વહાણો વમાવ્યાં, ખલાસી જુદાઈ જ પામ્યા કરે છે!

તમે તો રહો છો સદા મંદિરે ’ને વસો છો બધાંમાં મનાયે સદાયે

પહોંચે ન યાદો લગી ત્યાં ય બંદા સદાને સરાઈ જ પામ્યા કરે છે!

Leave a comment